પંચતીર્થ માહિતી
અન્ય સગવડો
ભોજનાલય
રહેવા માટે સગવડ
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
ઉત્સવો
દાન (ડોનેશન)
સાઈટ મેપ
 
પંચતીર્થ માહિતી

નાની પંચતીર્થ

 

  કચ્છ નાની પંચતીર્થના ગામો વડાલા, ગુંદાલા, મુન્દ્રા, ભુજપુર, મોટી ખાખર, નાની ખાખર, બિદડા, બોતેર જિનાલય, જૈન આશ્રમ માંડવી.

 

મોટી પંચતીર્થ

કચ્છ જીલ્લનાં અબડસા તાલુકામાં સાંઘાણ, સુથરી, કોઠારા, જખૌ, નલીયા, તેરા પંચતીર્થનાં ગામો આવેલા છે. ત્યાંના દેરસરોની બાંધણી અને નક્શીકામ ખુબજ સુંદર અને કલાત્મક છે. જે ત્યાંનાં જ પથ્થરથી ત્યાનાં જ સ્થાનિક કારીગરો સોમપુરાઓએ નિર્માણ કરેલા છે.
 

  સાંઘણ : શ્રી શાંતીનાથ પ્રભુજીની સોમ્ય શાંત પ્રતિમાજી બિરાજમાન છે. તે સાંધણ તીર્થમાં તિલકટુંક નામની નવટુંડો છે.
 
  સુથરી : મુખ્ય તીર્થ સુથરીરહસ્યમય, ચમત્કારીક શ્રી ધૃતક્લોલ પાર્શ્વનાથ તીર્થનાં નામે પ્રસિધ્ધ છે. તેમજ સહસ્ત્રકુટ મંદિર પણ બંધાયું છે.
 
  કોઠારા : કોઠારા તીર્થ મેરૂપ્રભ ટુંક નામે પ્રખ્યાત છે અને કચ્છનાં સર્વે જિનાલયોમાં ઉચામાં ઉચું શિખર ધરાવતું તથા મુખ્ય દ્ધારા ઉચ્ચત્તમ કલાકૌશલ્ય ભરી કોતરીથી સુશોભિત તીર્થ છે. અહી શ્રી શાંતીનાથ પ્રભુજી બિરાજમાન છે.
 
  જખૌ : જખૌમાં રત્નટુંકનાં જિનાલયો શોભાયમાન છે. જ્યાં દહેરાસરજીમાં શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુજી તથા ચૌમુખજી પ્રતિમા બિરાજમાન છે.
 
  નલીયા : નલીયા તીર્થ ચંદ્રપ્રભજી તથા અષ્ટાપદનાં જિનાલયોના વિશાળ શિખરો, મંડપો તથા પથ્થર ઉપરની સુવર્ણ કલાવાળું ભવ્ય તીર્થ છે. જે વસહી ટુંક તરીકે પ્રખ્યાત છે.
 
 

તેરા : શ્રી સંપ્રતિ મહારાજાનાં સમયની ચમત્કારી શ્રી જીરાવલ્લા પાર્શ્વનાથ તથા શ્રી શામળીયા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાઓ ધરાવતા સુંદર નયનરમ્ય જિનાલયો તેરા તીર્થમાં છે.
 

 
   
    આ તીર્થો યાત્રા કરીએ ત્યારે જ તીર્થોની કલામય કોતરણી દર્શનીય સ્થાપત્ય તથા ભવ્યતાનો ખ્યાલ આવે, જે જીવનનો એક અણમોલ લ્હાવો છે.


     નાની મોટી પંચતીર્થમાં નીચે મુજબ ગામોમાં રહેવાની તથા ભોજનાલયની સુંદર વ્યવસ્થા છે. બોંતેર જિનાલય, જૈન આશ્રમ, સુથરી, કોઠારા, જખૌ, તેરા તેમજ વાંકીમાં પણ ઉપર મુજબ સગવડ છે.

 ભદ્રેશ્વર વસઈ તીર્થથી નાની મોટી પંચતીર્થના કી.મી.

નાની પંચતીર્થ મોટી પંચતીર્થ
ગામ કી.મી. S.T.D. ફોન ગામ કી.મી. S.T.D. ફોન
વડાલા 6 02838 283442 લાયજા 91 -- --
ગુંદાલા 19 02838 284685 ડુમરા 120 -- --
વાંકી
ભોજનશાળા
31
 
02838
 
278240
278284
સાંઘાણ 133 -- 243
        સુથરી 142 02831 284223
મુન્દ્રા 27 02838 222311 કોઠારા 155 02831 282235
ભુજપુર 43   -- જખૌ 187 02831 287224
મોટી ખાખર 48 -- -- નલીયા 200 02831 22327
નાની ખાખર 53 -- -- તેરા 213 02831 289223
બૌતેર જિનાલય 65 02834 275451 ભુજ 300 02832  
જૈન આશ્રમ 72 02834 275252        
માંડવી 75 --          


 

Top ⇑