પંચતીર્થ માહિતી
અન્ય સગવડો
ભોજનાલય
રહેવા માટે સગવડ
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
ઉત્સવો
દાન (ડોનેશન)
સાઈટ મેપ
 
ઉપયોગી માહિતી

ભદ્રેશ્વર તીર્થ આવવા માટે માર્ગદર્શન

  રેલ્વે : ભારતના કોઈપણ પ્રાંતમાંથી રેલ્વે ગાંધીઘામ સ્ટેશને આવી શકાય છે. મુંબઈથી કચ્છ એક્ષ્પ્રેસ ફાસ્ટ અને અન્ય ગાડીની સુવિધા છે.
 
  બસ : ગાંધીઘામથી મુન્દ્રા માંડવી જતી બસોમાં પણ તીર્થમાં આવવા તથા જવાની સગવડ છે.
 
  ટેક્ષી : ગાંધીઘામથી ભદ્રેશ્વર માટે તથા કચ્છની નાની, મોટી પંચતીર્થ કરવા માટે ટેક્ષીઓ મળી શકે છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહારની (એસ.ટી.) બસો અગાઉથી ગોઠવણ કરવાથી મળી શકે છે. નાની પંચતીર્થના દેરાસરો સુંદર અને રમણીય છે. તેમજ મોટી પંચતીર્થના સુંદર બાંધકામ અને કળામય કોતરણીવાળા પ્રસિધ્ધ દર્શનીય દહેરાસરો છે.
 
  વિમાન : મુંબઈથી ભુજ તથા કંડલા માટે વિમાન સર્વિસ છે. ત્યાંથી ભદ્રેશ્વર વસઈ તીર્થ આવવા ટેક્ષીઓ મળે છે.
  લકઝરી બસો : મુંબઈ, ભુજ, ગાંધીઘામ તથા માંડવી વચ્ચે ખાનગી બસો પણ નિયમિત મળી શકે છે.
 
   કચ્છમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (એસ.ટી.) ની પુરી સગવડ છે. તે અંગેની માહિતી ટ્રસ્ટની પેઢી ઉપરે અથવા રાજ્યના મુખ્ય બસ સ્ટેન્ડો ઉપર મેળવી શકાશે.
Top ⇑