| 
							કચ્છ પોતાની આગવી 
							સંસ્કૃતિ ધરાવતી અતિ પ્રાચીનભૂમિ છે. ભારત દેશના 
							પશ્ચિમ સાગર કાંઠે ગુજરાત રાજ્યનો કચ્છ જીલ્લો વિવિઘ 
							ઐતહાસિક તથા ભૌગોલિક પરિસ્થિતિઓ ધરાવે છે. 
							 કચ્છ 
							જીલ્લાના મુન્દ્રા તાલુકામાં ભદ્રેશ્વર નામનું પ્રાચીન 
							ગામ અગાઉનું શહેર આવેલ છે. આ સ્થાને ભવ્ય ઈતિહાસ 
							ધરાવતું દિવ્ય, મનોહર, 
							પરમ પ્રભાવક શ્રી વસઈ ( ભદ્રેશ્વર ) તીર્થ આવેલું છે. 
							તેનું જુનુ નામ ભદ્રાવતી નગરી જે અતિ સમૃ્ધ્ઢ્ર હતી અને 
							તેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. 
 ભારતમાં શ્રી સમેતશીખરજી તથા શ્રી શત્રુંજય જેવા 
							શાશ્વત મહાતીર્થો પછી આ ભદ્રેશ્વર તીર્થનો ક્રમ આવે 
							છે. કચ્છના ધર્મ સ્થાનોમાં આ તીર્થ સૌથી અધિક પ્રાચીન 
							અને મહત્વનું છે.
 
 2522 વર્ષ પ્રાચીન આ તીર્થનું ગગનચુંબી શિખરવાળું 
							દેવવિમાન જેવું ભવ્ય, અનુપમ જિનાલય યાત્રાળુઓને 
							મંત્રમુગ્ધ કરે છે.
 
 અહીંથી મળેલા તામ્રપત્ર પ્રમાણે આજથી 2522 વર્ષ પહેલાં 
							વર્તમાન ચોવીસીનાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના 
							નિર્વાણ પછી 22 વર્ષે ભદ્રાવતી નગરીના તત્કાલીન રાજા 
							સિધ્ઢ્રસેનની સહાનુભુતિ અને સહાયથી ભદ્રાવતીના દેવચંદ 
							શ્રાવકે ભુમિસંશોધન કરી આ તીર્થનું શિલારોપણ કર્યું. 
							શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી 45 વર્ષે પરમ પુજ્ય 
							કપિલ કેવલી મુનિવરે ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની 
							પ્રતિમા અહી પ્રતિષ્ઠિઠત કરી.
 
 આ કલ્યાણકારી પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભદ્રાવતી 
							નગરીના અનન્ય બ્રહમચારી દંપતિ વિજય શેઠ અને વિજ્યા 
							શેઠાણી એ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી, તેમજ 
							તેમને કેવળજ્ઞાન પણ અહી થયેલ હતું.
 
 આ પ્રાચીન તીર્થ અનેક વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓએ અસર 
							કરેલ છે. અને દરેક વખતે તે સમયના મહાન યુગ પુરૂષોએ તેનો 
							જીણોઘ્દ્રાર કરાવેલ છે. મહારાજ કુમારપાળ તથા સમ્રાટ 
							સંપ્રતિરાજા તથા દાનવીર શેઠ જગડુશા, શેઠ વર્ધમાન, શેઠ 
							પદમશીશા અને અન્ય યુગપુરૂષો ધ્ઢ્રારા આ તીર્થના નવ કરતાં 
							વધારે જીર્ણોઘ્દ્રાર થયા છે. દશમો જીણોધ્ઢ્રાર થયેલ 
							છે.
 
 વિક્રમ સંવત 1134 માં શ્રીમાળી ભાઈઓએ આ જીણોઘ્દ્રાર 
							કરાવ્યાનો ઉલ્લેખ મલ્યો છે. વિક્રમ સંવત 1134 થી સતત 3 
							વર્ષોમાં (ઈ.સ.1257) ભારતના ઘણા પ્રાંતોમાં વિષમ 
							દુષ્કાળ પડ્યા હતા. તે વખતે પ્રજાને અન્ન અને વસ્ત્ર 
							પુરા પાડી મહાન દાનવીરનું બિરૂદ પ્રાપ્ત કરનાર શેઠ 
							જગડુશા આ ભદ્રાવતી નગરીના પનોતા પુત્ર હતા. શેઠ 
							જગડુશાએ જીર્ણ થયેલા આ તીર્થનો જીર્ણોવ્દ્રાર કરાવી 
							જિનમંદિરની અનુપમ રચના કરાવી અને ભદ્રાવતી નગરી ફરતે 
							મોટો કિલ્લો બંઘાવ્યો.
 
 કાળક્રમે આ નગરને ક્ષતિ પહોંચતા આ મંદિરમાં બિરાજેલી 
							શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને એક તપસ્વી મુનિએ 
							સુરક્ષિત રાખી હતી. વિ.સ્. 1682 થી 6 વર્ષ સુધી આચાર્યા 
							શ્રી કલ્યાણસાગર સૂરિજીના ઉપદેશથી શેઠ વર્ધમાન શાહે આ 
							તીર્થનો જીણોઘ્દ્રાર કરાવીને શ્રી મહાવીર પ્રભુની 
							પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી અને તે મૂર્તિ નીચે સં. 
							1622 નો લેખ હોય એમ જણાય છે. જિનાલયમાં 16 મી સદીનો એક 
							મહત્વનો શિલાલેખ છે. ત્યારબાદ તે મુનિશ્રીને આ તીર્થનું 
							મહત્વ સમજાતા શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રાચીન 
							પ્રતિમા શ્રી સોંપી, જે આજે પણ તીર્થમાં બિરાજમાન છે.
 
 અંગ્રેજોના સમયમાં તે સમયના પોલિટિકલ એજન્ટોએ તીર્થના 
							જીણોઘ્દ્રારમાં પ્રેરણા રૂપી ઉદાર ફાળો આપ્યો હતો. 
							કચ્છના તાત્કાલીન રાવ શ્રી દેશળજીએ પણ આ તીર્થની 
							જાળવણીમાં રસ દાખવ્યો હતો.
 
 આ તીર્થનું અઢી લાખ ચોરસ ફુટ જેટલું વિશાળ ચોગાન છે. આ 
							તીર્થના જિનાલયની ઉંચાઈ 38 ફુટ, લંબાઈ 150 ફુટ અને 
							પહોળાઈ 80ફુટ છે. જિનાલયની એકાવન દેવકુલીકાઓ (દેરીઓ) 
							ભવ્ય અને કલામય છે. જિનાલયના પ્રવેશઘ્દ્રારમાં પ્રવેશ 
							થતાં જ પ્રભુજીના સંપૂર્ણ દર્શન થઈ શકે એવું જિનાલયનું 
							અનુપમ પ્રેક્ષણીક કૌશલ્ય સ્થાપત્ય છે.
 મુખ્ય જિનાલયમાં મુળનાયક વિશ્વવાલેશ્વર-ત્રીલોકનાથ ચરમ 
							તીર્થકર શ્રી મહાવીર સ્વામી બિરાજમાન છે. પદમાસનસ્થ 
							મૂળનાયક પ્રભુજીની પ્રતિમા શ્વેતવર્ણની અને 24 ઈંચ 
							ઉંચાઈની છે. પ્રભુજેનું મુખારવિંદ પ્રેમ, કારુણ્ય અને 
							સમભાવવની લાગણી પ્રસરાવી સમગ્ર વાતાવરણને ભાવ વિભોર 
							બનાવે છે.
 
							25 મી દેરીમાં પુરૂષાદાનીય-કરૂણાસિંધુ ભગવાન શ્રી 
							પાર્શ્વનાથ પ્રભુજીની પૂજ્ય કપિલ કેવલી મુનિવરે 
							પ્રતિષ્ઠિત કરેલી અચિંત્ય મહિમાવંતી મૂર્તિ બિરાજમાન છે જે જુના 
							મુળનાયક તરીકે જાણીતી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની 
							બાજુમાં બે કાઉસગ્ગીય પ્રતિમાઓ છે. 50 દેરીઓમાં કુલ્લ 
							146 પ્રભુ પ્રતિમાઓ અને એક પ્રતિમા શ્રી ગણઘરની છે. 
							મુખ્ય જિનાલયના ગંભારાની બહાર પુર્વ બાજુએ શ્રી 
							વ્યાઘેશ્વરીદેવી અને પશ્ચિમ બાજુએ શ્રી ચકેશ્વરીદેવીની 
							પ્રતિમા છે. ભમતીની એક દેરીમાં શ્રી મહાકાલીદેવીનો 
							કલ્પ સુવર્ણ યુક્ત પટ્ટ તથા મુર્તિ છે. શ્રી 
							ચક્રેશ્વરીદેવી, શ્રી ઋષિકેશદેવ અને શ્રી સરસ્વતીદેવીની 
							મુર્તિઓ છે. તથા અચલગચ્છાઘિપતિ દાદા સાહેબ શ્રી 
							કલ્યાણસાગર સુરીશ્વરજીની પાદુકાઓ છે.હમણાનું બાંધકામ લગભગ 200 વર્ષ જૂનું હોય તેવું જણાય 
							છે. (ભુકંપમાં ધ્વસ્ત થયેલ બાંધકામ)
 
							મૂળનાયકના રંગમંડપના શિલાલેખની ઉપર શ્રી મહાવીર 
							ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવી શ્રી માતંગયક્ષ તથા શ્રી 
							સિધ્દ્રાયિકાદેવીના ગોખલા છે. રંગમંડપના ઘુમટ ઉપર પ્રભુશ્રી 
							નેમનાથ ભગવાનની જાન-વરઘોડો વિ. સુંદર રીતે આલેખાયેલા 
							છે. જીનાલયમાં રંગમંડપ, પુજા મંડપ અને રાસ મંડપ આવેલ 
							છે. ભાવના મંડપમાં શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર, શ્રી 
							સમેતશીખર, શ્રી અષ્ટાપદ અને શ્રી નંદીશ્વરદ્ધ્રીપના મોટા 
							તીર્થ પટ્ટો છે. 
							ઉપરની છતમાં શ્રી પાવાપુરી, શ્રી ચંપાપુરી, શ્રી 
							હસ્તિનાપુરી, શ્રી રાજગૃહી અને શ્રી ત્રિશલા માતાજીના 
							14 સ્વપ્નના કલામય પાંચ પટ્ટો છે. મુખ્ય જિનાલયની 
							પ્રદક્ષિણામાં શ્રી મહાવીર પ્રભુજીના 27 ભવનાં આરસમાં 
							કોતેરેલા 39 ચિત્રપટ્ટો છે. તેમજ પ્રવેશદ્ધારની બન્ને 
							બાજુની દિવાલ ઉપર શ્રી મહાવીર પ્રભુના અભિગ્રહ, પ્રભુના 
							પાંચ કલ્યાણક, પ્રભુજીને થયેલ ઉપસર્ગો અને પ્રભુજીની 
							આમલકી ક્રિડાના ચાર કલામય ચિત્રો છે. જિનાલયમાં ચાર 
							મોટા અને બે નાના ઘુમટો છે. ઘુમટની નીચે વિશાળ રંગમંડપ 
							છે. કુલ 218 સ્તંભો છે. અને તેમાં એક સ્તંભ ઉપર સંવત 
							1659 વૈશાખ સુદ 15 અને બીજા સ્તંભ ઉપર લેખો કોતેરેલા 
							છે. પરંતુ તેનું મરોડ સારૂં હોવા છતા ઉકેલી સકાતા નથી. 
							મહાતીર્થની બહારના કમ્પાઉન્ડમાં શ્રી તપગચ્છ, શ્રી 
							ખતરગચ્છ તથા શ્રી પાર્શ્વચંદ્રગચ્છનાં ગુરૂમંદિરો છે. 
							એમ ત્રણ ગચ્છોના સુમેળની આ ભુમિ છે. 
							જુના આ તીર્થમાં પ્રતિ વર્ષ ફાગણ સુદ ત્રીજ, ચોથ અને પાંચમના 
							દિવસે તીર્થની વર્ષગાંઠ ઉજવણી નિમિત્તે યાત્રા ભરાય 
							છે. અને ફાગણ સુદ પાંચમના દિવસે દેરાસરના શિખરો અને 
							દેરીઓ ઉપર ધજાઓ ચડાવાય છે. દરરોજ બે મોટી પુજાઓ 
							ભણાવવામાં આવે છે. અને રાત્રે રાગ રાગિણી સહિત ભાવના 
							ભણાવવામાં આવે છે. 
							કચ્છ ધરતીકંપનો વિસ્તાર હોઈ આ તીર્થની આસપાસ પણ ઘણા 
							ધરતીકંપ થતાં મિલકતો અને જાનમાલની હાની થઈ છતાં આ 
							તીર્થ અનેક ઘરતીકંપોમાંથી ચમત્કારિક રીતે ઉગરી ગયું 
							છે. પરંતુ 2001 ના ધરતી કપમાં જિનાલય ખંડીત થતા તેના 
							નવ-નિમાર્ણ માટે કાર્ય આદરવામાં આવ્યું અને 10મો 
							જીર્ણોઘ્દ્રાર થયો. 
							આ તીર્થનું હવામાન દેશના હવાખાવાના મથકો અને આરોગ્યધામો 
							જેવું આહલ્લાદક અને આરોગ્યપ્રદ છે. અહીંની સુકી હવામાં 
							તાજગી અને પ્રસન્નતા મહેક છે. 
							ભુજપુરના યતિ શ્રી સુમતિસાગરજીની સલાહથી માંડવી નિવાસી 
							શેઠ પીતામ્બર શાંતિદાસ હા. મેણશી તેજશી ના ધર્મપત્નિ 
							મીઠીબેનનાં ગણના પાત્ર દાનથી સંવત 1936 થી 1950 સુધી 
							12 વર્ષની અવરિત મહેતનથી આ તીર્થનો 10મો જીર્ણોઘ્દ્રાર 
							થયો. 
							દુર્ગાપુરના શ્રાવક શા. આસુભાઈ વાઘજીએ સંવત 1960 આસપાસ 
							તે સમયની વિકટ પરિસ્થિતિમાં અથાગ પરિશ્રમ લઈ આ તીર્થની 
							સાચવણી કરવામાં વર્ષો (જીદગીના અંત) સુધી પોતાની સેવાનો 
							ઉદાર ફાળો આપ્યો તે ચિરસ્મરણીય રહેશે. તેમની સેવાના 
							કાયમી પ્રતિક રૂપે તેમનું આરસનું પુતળું (બસ્ટ) 
							દેરાસર ના સંકુલમાં રાખવામાં આવેલ છે. તેમજ સંવત 2050 માં 
							પુજામંડપ (ભાવના મંડપમાં) શ્રી ગૌતમ સ્વામી તથા સુઘર્મા 
							સ્વામીની મુર્તી પ્રતિષ્ઠા તેમજ નુતન પીતળના તમામ 
							ધ્વજ દંડની પ્રતિષ્ઠા અચલગચ્છાઘિપતિ પ.પૂ. આ શ્રી 
							ગુણોદયસાગર સુરિજી મ.સા. ની નિશ્રામાં કરવામાં આવેલ 
							છે. 10મો જીણોઘ્દ્રાર થયો. 
							આ તીર્થસ્થાનને અઘતન કક્ષા પર લાવવામાં 
							જે સ્વર્ગસ્થ મોવડીઓનો તથા ટ્રસ્ટી ફાળો છે. તેમાં 
							એકઘારા છ દાયકા સુઘી પ્રમુખપદે રહીને સંસ્થાનું સુકાન 
							સંભાળનાર ભુજના નગર શેઠ શ્રી સાકરચંદભાઈ પાનાચંદ અગ્રગણ્ય છે. 
							તીર્થ સંસ્થા પ્રત્યેની એમની ધર્મભાવના એમનું કૌશલ્ય 
							અને એમના સૌજન્યનો પ્રભાવ એમના આ ગુણો દ્ધારા આ તીર્થનું 
							સંચાલન સુટ્ટઢ પાયા પર મુકાયું છે. 
							ભુજપુરના શાહ ટોકરશી મુલજી, શાહ દેવજી 
							ટોલરશી અને શાહ નેમીદાસ દેવજી તથા માંડવીના શ્રી 
							ઝુંમખલાલ લક્ષ્મીચંદ મહેતાએ પોતાની કૌશલ્ય, ચોકસાઈ અને 
							દીર્ધદ્રષ્ટિ દ્ધારા સંસ્થાના વહીવતમાં પોતાની 
							મુલ્યાંકન સેવાઓ આપી છે તે ફાળો નોંધપાત્ર છે. તેવી જ 
							રીતે આ તીર્થને કુશળતાથી નિઃસ્વાર્થ રીતે જીદગીપર્યત 
							એક્ઘારી 38 વર્ષ સુઘી સેવા આપી તીર્થને ઉચ્ચ કક્ષાએ 
							રાખી તીર્થનું નામ રોશન કરવામાં પેઢીના માજી મુનીમ 
							મેનેજર સ્વં નેમચંદભાઈનો ફાળો અગ્રગણ્ય છે. તેમના સ્વં. 
							શ્રી કાંતિલાલ બાબુલાલ મે. ટ્રસ્ટી કુટુંબીજનો 
							તરફથી બીજી રકમ ઉમેરી આયંબીલ ખાતાને તેમની સ્મૃતિમાં 
							નામ આપેલ છે. 
							યાત્રાળુઓ માટે સ્વચ્છ અને સાત્વિક 
							ભોજન પીરસતું વિશાળ ભોજનાલય છે. જૈન યાત્રાળુઓને 
							સાઘર્મિક ભક્તિરૂપે એક દિવસ વિના મુલ્યે ભોજન આપવામાં 
							આવે છે અને પછી નિયત દરથી ભોજન આપવામાં આવે છે. વેકેશન 
							વખતે ચાર દિવસ સુધી આ મળી શકે છે. 
							આયંબીલ ખાતું પણ નિયમિત ચાલે છે. દર 
							ચૈત્ર માસની, આયંબીલની ઓળીની આરાધના કરાવામાં આવે છે. 
							અહીં મોટી સંખ્યાવાળા સંઘો માટે બધી રીતે સગવડ ભરી 
							વ્યવસ્થા ઉપલબ્ધ છે. 
							આ તીર્થની ઉત્તરોત્તર લોકપ્રિયતાને 
							લક્ષમાં રાખી ટ્રસ્ટી મંડળે યાત્રિકોની સગવડતા માટે 
							વધારે બ્લોકો વિ. બાંધવાનું નક્કી કર્યું છે. તીર્થનો 
							વહીવટ કરનારા શેઠ વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટની પેઢી 
							યાત્રાળુઓની સગવડ સાચવવા સદા જાગ્રત છે. અનુપમ ભવ્ય 
							જિનાલય અને શાંતિમય વાતાવરણ વાળા આ માંગલિક, પાવનકારી, 
							પવિત્ર અને દર્શનીય તીર્થની યાત્રા કરવી અને જીવનનો એક અણમોલ 
							લ્હાવો છે. 
							સંસાર સમુદ્ર થી તારનારા
 આ તારક તીર્થની યાત્રા કરી
 સહુ કોઇ આત્મશુધ્ઢ્રી અને શાશ્વત સુખને પામીએ એજ 
							મંગલકામના.
 
							"જૈનમ જયંતિ શાસનમ" 
										
										
 |