| 
										
										ભદ્રેશ્વર અને આસપાસના ઐતિહાસિક સ્થળો મહર્ષિ વેદવ્યાસ લિખીત 
										મહાભારત અને શ્રીમદ્ ભાગવત પુરાણમાં જે 
										ભદ્રાવતી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. એ 
										ભદ્રાવતી નગરીએ જ આજનું કચ્છના મુન્દ્રા 
										તાલુકામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થ 
										ભદ્રેશ્વર .
 
 આ પુરાણ પ્રસિદ્ધ ભદ્રાવતી નગરી (ભદ્રેશ્વર) 
										માં વસઈ તીર્થના જૈન દેરાસરો આવેલાં છે. 
										આજના ભદ્રેશ્વર વિશે કચ્છના મહાન 
										સાહિત્યકાર કવિ શ્રી દુલેરાય કારાણી લખે છે 
										કે "આજનું ભદ્રેશ્વર તે એક વખતની 
										ભદ્રાવતીની રાખમાંથી જન્મ્યું છે. આ નગરીમાં 
										આજ સુધીમાં ચડતી પડતીના અનેક ચક્રો ફરી 
										વળ્યા છે. અનેક રાજપલટા અને રંગ પલટા એણે 
										જોઈ લીધા છે. અહીં અનેક રાજવીઓ રાજ કરી ગયા 
										છે. જય-પરાજયના વિવિધ રંગો વળે રંગાયેલી આ 
										નગરીના દર્શન કરતાં જ એની પુરાતન ભવ્યતાનો 
										આજે પણ અનાયાસે ખ્યાલ આવી જાય છે. "ભદ્રાવતી 
										નગરી" કચ્છના હાલના ભદ્રેશ્વરની નજદીકમાં 
										જ પૂર્વ દિશા તરફ આવેલી છે. મહાભારતમાં 
										વર્ણવેલી યુવાનાશ્વારાજાની ભદ્રાવતી નગરી 
										એ જ આ ભદ્રાવતી. પાંડવાએ અશ્વમેઘ યજ્ઞનો 
										ઘોડો અહી જ બાંધ્યો હતો એમ કહેવાય છે. આ 
										અસલી ભદ્રાવતી નગરી તો હવે નષ્ટ થઈ ગઈ છે. 
										એના ખંડેરોના પથ્થર પણ લોકોએ ખોદી ખોદીને 
										કાઢી લીધા છે. ભદ્રેશ્વરમાં આજે પણ દેખાતાં 
										પુરાણી નક્શીના પથ્થર એ પુરાતન સમયની યાદ 
										આપી રહ્યા છે.
       
 
										(...) |